યામી ગૌતમે ઇન્સ્ટાગ્રામ પેજ પર વિડીયો પોસ્ટ કર્યો હતો. જેમાં તે પોલ ડાન્સ કરતી જોવા મળી રહી છે. જો કે તેણે પોલ ડાન્સની પ્રેક્ટિસનો ખુલાસો નથી કર્યો. યામી ગૌતમની આગામી ફિલ્મ ‘બત્તી ગુલ મીટર ચાલુ’ છે. આ ફિલ્મમાં તે એક લૉયરની ભૂમિકામાં છે.

યામી પહેલા જૈકલિન ફર્નાન્ડિઝ પણ પોલ ડાન્સ કરતી જોવા મળી હતી. તેણે ‘અ જેન્ટલમેન’ ફિલ્મનાં ગીત પર પોલ ડાન્સ કર્યો હતો. યામીએ પોલ ડાન્સ શીખવાનું કારણ જણાવ્યું નથી.

યામી ગૌતમની ગત વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘કાબિલ’ હિટ રહી હતી. ફિલ્મમાં તે ઋતિક રોશન સાથે નજર આવી હતી. હવે બહુ જ જલ્દી તે ‘બત્તી ગુલ મીટર ચાલુ’માં નજર આવશે. આ ફિલ્મની શૂટિંગ અત્યારે ચાલી રહી છે. ફિલ્મ 21 ઑગષ્ટ, 2018નાં રોજ રિલીઝ થશે. ફિલ્મમાં યામી ગૌતમ સિવાય શાહિદ કપૂર અને શ્રદ્ધા કપૂર જોવા મળશે.