ચીને વિશ્વનો સૌથી લાંબો સમૃદ્રી બ્રિજ બનાવ્યો છે. હોંગકોંગને ચીનના ઝુહાઈ શહેર સાથે જોડતા આ બ્રિજને બનાવવા માટે એટલું સ્ટીલ વપરાયું છે કે એટલા સ્ટીલમાં ૬૦ એફિલ ટાવરનું નિર્માણ થઈ શકે. સાત વર્ષ દિવસ-રાત આ બ્રિજનું કામ ચાલું રહ્યું હતું.

આ વર્ષે ખુલ્લા મુકાનારા બ્રિજ પાછળ ચીને લગભગ ૧૦૦ બિલિયન યુઆન યાને અંદાજે ૧૫.૧ બિલિયન ડોલર જેટલો માતબર ખર્ચ કર્યો છે. ૨૦૧૭ના અંતમાં બ્રિજ બની જાય એવું લક્ષ્યાંક બંધાયું હતું, પણ એક ૬ કિલોમીટર અંડર વોટર બાંધકામમાં ધારણા કરતા વધુ સમય ગયો હતો. આ બ્રિજને હજુ સત્તાવાર રીતે કોઈ નામ અપાયું નથી, પરંતુ હોંગકોંગથી ચીનના ઝહાઈ શહેર વચ્ચેનું સમૃદ્ર ઉપરનું ૫૫ કિલોમીટરનું અંતર આ બ્રિજથી તય કરી શકાશે.

1 / 3
સંપૂર્ણ લેખ વાંચવા માટે...