બ્રિટનમાં કારની એક નંબર પ્લેટ એ-ફ1 વેચાણ માટે ઓનલાઇન ઉપલબ્ધ છે. આ સામાન્ય લાઇસન્સ પ્લેટ છે. આ પ્લેટ ના તો સોનાથી મઢેલી છે, ના કે તેના પર કોઇ કિંમતી હીરા જડેલા છે. પરંતુ, ખરીદનાર માટે તેની કિંમત લગભગ રૂ. 132 કરોડથી વધારે આપવી પડશે.

બ્રિટનના અફઝલ ખાને પોતાની એફ-1 વેનિટી પ્લેટ માટે ઓનલાઇન જાહેરાત આપી છે, જે અત્યારે તેમની બુગાટી વેરાન કાર પર લાગેલી છે. યુરો સ્ટાઇલની આ નંબર પ્લેટમાં માત્ર બે અક્ષર (એફ અને 1 ) છે, જેનો અર્થ ફોમ્ર્યુલા વન છે. કાર સ્કૂપ પ્રમાણે આ વર્ષે જ આ નંબર પ્લેટ લગભગ રૂ. 10.52 કરોડમાં ખરીદાઈ હતી.

1 / 4
સંપૂર્ણ લેખ વાંચવા માટે...