ડેટ માટે તમે પહેલેથી જ એક્સાઈટેડ હોવ છો તેમજ થોડા નર્વસ પણ હોવ છો. પંરતુ તમે તમારી લાઈફમાં પહેલીવાર કોઈની સાથે ડેટ કરી રહ્યાં છો, તો આ ત્રણ શબ્દો ક્યારેય ન બોલો, નહિ તો બાદમાં પસ્તાવો થશે. આ ત્રણ શબ્દો એવા છે, જે યુવક અને યુવતી બંનેએ પહેલી ડેટ પર ન બોલવા જોઈએ.

જો કોઈ પહેલીવારની મુલાકાતમાં આ ત્રણ શબ્દો બોલે છે, તો કોઈને પણ સાંભળવું અટપટુ લાગશે. આ વાક્યો તમે બીજી કે ત્રીજી મુલાકાતમાં કહેશો તો તેમને એટલું ખરાબ નહિ લાગે. દરેક વ્યક્તિ બીજાને જાણવામાં ઉત્સુક હોય છે. પરંતુ પહેલી મુલાકાતમાં જો કોઈ કહે કે, I Googled You એટલે કે મેં તમને ઈન્ટરનેટ પર શોધ્યું હતું, તો તે સમયે એવું વ્યક્ત થાય છે કે, તમે તે વ્યક્તિના સિક્રેટ્સ જાણવામાં ઉત્સુક છો.

જો તમે ક્યારેય કોઈ વ્યક્તિ સાથે મુલાકાત કરો છો, તો થોડી ધીરજ રાખો. પહેલી મુલાકાતમાં ક્યારેય એવું કહેવાની જરૂર નથી કે, તમે તે વ્યક્તિને ગુગલ કરી હતી. તેના વિશે સર્ચ કર્યું હતું. આનાથી તમારી ડેટની મજા બગડી જશે.