ઓનલાઇન પોર્ન ફિલ્મોને જોવી એ એક બીમારી માનવામાં આવે છે. જો કોઇને એક વાર આની આદત પડી ગઇ તો એમાંથી બહાર નીકળવું ઘણું મુશ્કેલ થઇ જાય છે અને તે હંમેશા આના વિશે જ વિચાર કરતા થઇ જાય છે.

અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે પુરૂષ જ માત્ર ઇન્ટરનેટ પર સેક્સને લગતી પોર્ન ફિલ્મો જોવાનું પસંદ કરે છે પરંતુ થોડાંક સમય પહેલાં થયેલ સંશોધનમાં એવું જાણવા મળ્યું કે આ મામલે મહિલાઓ પણ પુરૂષોની સમકક્ષ છે. પુરૂષોની તુલનામાં મહિલાઓ પણ સેક્સ ફિલ્મો ઓનલાઇન જુએ છે.

અન્ટરનેટ પર પોર્ન ફિલ્મો જોવી અને એની આદત થઇ જવી એને પણ સાઇબરસેક્સ માનવામાં આવે છે. આ એક પ્રકારની માનસિક સમસ્યા છે. જેનાંથી તણાવ અનુભવનારા લોકો પોર્ન ફિલ્મોનાં શોખીન થઇ જાય છે.

એક રિપોર્ટ અનુસાર 17 ટકા મહિલાઓએ એવું માન્યું છે કે તેઓ ઓનલાઇન ફિલ્મોનાં જોવાનાં વધુ શોખીન બની ગયાં છે. જર્મનમાં થયેલ આ સંશોધન અનુસાર આ આદતથી શિકાર થયેલ મહિલાઓ “હાઇપરસેક્સ્યુઅલ” વધારે થઇ જાય છે.