રેલવેનાં સત્તાવાળાઓની બેદરકારીને કારણે અમદાવાદ -પુરી એક્સ્પ્રેસનાં 22 ડબ્બા એન્જિન વિના જ 15 કિ.મી. દોડયા હતા. ઓડિશાનાં ટીટલાગઢ સ્ટેશને હજારો પ્રવાસીઓને લઈ જતી અમદાવાદ- પુરી એક્સ્પ્રેસ એન્જિન વિના જ દોડવા લાગી હતી.

રેલવે સત્તાવાળાઓએ આ ઘટનામાં બેદરકારી દર્શાવનાર બે અધિકારીઓ સહિત કુલ 7 કર્મચારીને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા હતા. સંબલપુરનાં ડીઆરએમએ જણાવ્યું હતું કે તમામ પ્રવાસીઓ સલામત છે. એક ટોચના અધિકારીનાં વડપણ હેઠળ ઘટનાની તપાસનાં આદેશો આપવામાં આવ્યા છે. એન્જિનનું શન્ટિંગ કરતી વખતે સ્કિડ બ્રેક નહીં લગાવવામાંન આવતા ઘટના બની હોવાનું મનાય છે. જવાબદારો સામે પગલાં લઈ તેમને સસ્પેન્ડ કરાયા છે. પ્રવાસીઓની સુરક્ષા સામે કોઈ સમાધાન કરાશે નહીં.

1 / 4
સંપૂર્ણ લેખ વાંચવા માટે...