અજય દેવગન અને કાજોલની જોડીને બોલિવૂડની હીટ જોડીઓમાંની એક માનવામાં આવે છે. બંન્ને વચ્ચેનાં પ્રેમ અને તેમની અન્ડરસ્ટેન્ડિંગનું હર કોઇ દ્રષ્ટાન્ત આપે છે. પરંતુ લાગી રહ્યુ છે કે બંન્ને વચ્ચે પણ કોઇ આવી ગયુ છે. બંન્ને વચ્ચે આવનાર વ્યક્તિનું નામ સતનામ સિંહ છે, જે બાસ્કેટ બોલ ખેલાડી છે.

જી હા, અજય દેવગને ટ્વિટર પર એક તસવીર શેર કરી છે, જેમા અજયની સાથે કાજોલ અને સતનામ નજર આવી રહ્યા છે અને અજયે સતનામને કાજોલ અને તેની વચ્ચેની દીવાલ બતાવ્યો છે. ખરેખર, અજય અને કાજોલે સતનામ સાથે એક તસવીર ખેંચાવી છે અને સતનામ એટલો લાંબો છે કે, તસવીરને જોતા એવુ લાગે છે કે ખરેખર સતનામ કાજોલ અને અજય વચ્ચે દીવાલ જેવો નજર આવી રહ્યો છે.

તમને જણાવી દઇએ કે, અજય દેવગન પોતાની અપકમિંગ ફિલ્મ ‘શિવાય’નાં પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મનાં માર્કેટિંગ અને પ્રમોશનની જવાબદારી તેની પત્ની કાજોલે ઉઠાવી છે. ફિલ્મમાં અભિનયની સાથે સાથે પ્રોડક્શન અને ડાયરેક્શનનું કામ પણ અજય જ કરી રહ્યો છે. ‘શિવાય’માં અજયની સાથે સાયેશા સહગલ નજર આવશે , જે આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મ 28 ઓક્ટોબરે રિલીઝ થશે.