બોલિવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચને કાન ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર ગ્લેમરસ એન્ટ્રી કરી હતી. 17મી વાર કાનના રેડ કાર્પેટ પર નજર આવેલી ઐશ્વર્યા રાયના જેટલા વખાણ કરો, એટલા ઓછા હશે.

71મા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં શનિવારે સામેલ થયેલી એક્ટ્રેસે દૂબઈના ફેશન ડિઝાઈનર માઈકલ સિનકોનો બટરફ્લાય પ્રિન્ટેડ સ્લીવલેસ બ્લ્યૂ એન્ડ બ્લેક ગાઉન પહેર્યો, અને પોતાની બ્યૂટી અને ગ્રેસથી બધાની બોલતી બંધ કરી હતી. ઐશ્વર્યા કાન્સમાં એકલી નહિ, પણ પોતાની દીકરી આરાધ્યા બચ્ચનની સાથે સામેલ થઈ હતી.

ઐશ્વર્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે આરાધ્યાની સાથે ડાન્સ મસ્તી કરતી દેખાઈ રહી હતી. આ વીડિયો રેડ કાર્પેટ પર જતા પહેલા લેવાયો હતો, જેમાં ઐશ્વર્યાની સાથે આરાધ્યા પણ રેડ ગાઉનમાં બહુજ ક્યૂટ લાગી રહી છે.