વેન્ચુરા એરલાઇન દ્વારા ગુજરાતની સૌપ્રથમ આંતરરાજ્ય એરલાઇન્સ સર્વિસ શરૂ કરવામાં આવી છે. સુરતનાં જાણીતા ઉદ્યોગપતિ દ્વારા શરૂ કરવામાં આવેલી એરલાઇન જૂજ ભાડાં સાથે ગુજરાતવાસીઓને વિમાનની મુસાફરી કરાવશે. વેન્ચુરા એરલાઇન્સ રાજ્યનાં મહત્વનાં શહેરોને જોડશે.

રાજ્યમાં બે વાર આંતરરાજ્ય એરલાઇન શરૂ કરવામાં આવી હતી પરંતુ અમુક કારણોસર તેને બંધ કરી દેવાઇ હતી પરંતુ ફરીવાર ગુજરાત સરકારનાં સહયોગથી શરૂ કરવામાં આવી છે અને તે પણ ઓછા ભાડાં સાથે. અમદાવાદથી સુરત ફક્ત 3000 રૂપિયામાં હવાઇ મુસાફરી કરી શકાશે. વેન્ચુરા દ્વારા ગુજરાત ટુરીઝમ સાથે પણ કરાર કરવામાં આવ્યો છે. જે પૈકી રણોત્સવમાં અમદાવાદ અને અન્ય શહેરોમાંથી ભૂજ સુધી સ્પેશ્યલ ફ્લાઇટ શરૂ કરાશે. સાથો સાથ સાંઇભકતો માટે પણ શિરડીની ફ્લાઇટ ટૂંક સમયમાં શરૂ કરાશે.

1692008

છેલ્લાં બે વર્ષમાં અનેકવાર આંતરરાજ્ય કનેક્ટીવીટી બંધ કરી દેવાની ફરજ પડી છે ત્યારે આવનારા સમયમાં પહેલાની ભૂલો ફરીવાર ન થાય તે માટેનું સંપુર્ણ ધ્યાન અપાશે તેવું વેન્ચુરા એરલાઈન્સના ડાયરેકટર ઇશ્વરભાઈ ધોળકિયાએ કહ્યું હતું. સાથે સાથે સરકાર તરફથી સબસીડી મળતી હોવાથી સામાન્ય માણસને પોષાય તેવા વિમાનના ભાંડા હશે તેમ પણ વધુમાં જણાવ્યું હતું. વેન્ચુરા એરલાઇન્સ દ્વારા આંતરરાજ્ય એરલાઇન્સ શરૂ કરાઈ. અમદાવાદ- સુરત- રાજકોટ- ભાવનગર અને કંડલામાં એરલાઇન શરૂ કરાઈ. વિમાનનું ભાડું રૂ.3000 હશે. ટુંક સમયમાં ભૂજ, અમરેલીને પણ એર કનેક્ટીવીટીથી જોડાશે.