લાંબા સમયથી અભિનેતા વરૂણ ધવનની ગર્લફ્રેન્ડ રહેલ નતાશા દલાલે તેને છોડી દીધો છે. હવે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં વરૂણની ઓનસ્ક્રીન લેડી લવ રહેલ આલિયા ભટ્ટને વરૂણને કિસ કરવાની ના પાડી દીધી છે.

જણાવી દઈએ કે વરુણ-આલિયાને રોમિયો-જૂલિયટનું પાત્ર ભજવ્યું હતું, જેમાં એક કિસિંગ સીન પણ શામેલ હતો. હકીકતમાં રોલ મુજબ આલિયા, વરુણને કિસ કરવા માટે કહે છે, પણ વરુણ મોઢું ફેરવી લે છે.

જાણકારી મુજબ અદાર પૂનાવાલાની ‘ક્લિન સીટી ઈનિશિએટીવ’ની એક સોશિયલ એડમાં વરુણે આલિયાને કિસ કરવાથી ઈનકાર કરી દીધો. સ્ક્રીપ્ટ મુજબ આલિયાને કિસ ન કરવાનું કારણ કચરો ફેલાવવાનું હતું. આલિયા પોતાની છત પરથી એક કચરા તરીકે એક પેકેટ નીચે ફેંકે છે, જે રોમિયો વરુણને બિલકુલ પસંદ નથી આવતી.