કોઇપણ મહિલા માટે માતા બનવું સૌભાગ્યની વાત હોય છે. જો કે, યુગાન્ડામાં રહેતી મરિયમ નબાતાંજી નામની મહિલાની વાત કંઇક એવી છે કે, તે સાંભળીને તમારી આંખો પહોળી થઇ જશે. 37 વર્ષની ઉંમરમાં મરિયમે અત્યાર સુધીમાં 38 બાળકોને જન્મ આપ્યો છે.

મરિયમના લગ્ન 12 વર્ષની ઉંમરમાં થયા હતા, અને પ્રથમ વખત તે 13 વર્ષની ઉંમરમાં માતા બની હતી. યુગાન્ડાના મુકોનો ડિસ્ટ્રિક્ટના કબિમ્બરી ગામની રહેવાસી મરિયમને લોકો બાળકો પેદા કરવાનું મશીન કહે છે.

જો કે, રસપ્રદ બાબત એ છે કે, મરિયમને અત્યાર સુધી છ વખત જોડિયા, ચાર વખત ત્રણ બાળકોને અને ત્રણ વખત ચાર બાળકોને જન્મ આપ્યો છે. માત્ર બે વખત જ તેણે એક બાળકને જન્મ આપ્યો છે. જો કે, મરિયમનું કહેવું છે કે, તેના પિતાએ અલગ-અલગ મહિલાઓથી કુલ 45 બાળકો પેદા કર્યા હતા.

એક તબીબ અનુસાર, મરિયમમાં પણ પોતાના પિતાની જ જીન્સ આવી છે, જેના કારણ તે આટલા બાળકોને જન્મ આપવા લાગી છે. લોકોનું કહેવુ છે કે, મરિયમ પોતાના પિતાનો રેકોર્ડ તોડશે. મરિયમે કહ્યું કે, જ્યારે બાળકોની સંખ્યા વધવા લાગી ત્યારે તેણે બર્થ કંટ્રોલ કરવા માટે તબીબોની પણ સલાહ લીધી હતી.