સંયુક્ત રાષ્ટ્રના અધિકારનો વિરોધ કરનાર જેસન કેસલરનું ટ્વિટર એકાઉન્ટ મળી આવ્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. જે ઘટના બાદ ટ્વિટર કંપનીએ બ્લૂ ટિકમાર્ક રદ્દ કરી દીધું છે. આ બ્લૂ ટિકમાર્ક ઓથેન્ટિકેટ ઓળખ અને વોઇસની નિશાની હતી.

પરંતુ તેનું અર્થઘટન એક ભડકાવનારા ચિહન તરીકે થતા કંપનીએ કહ્યું કે, અમારા લીધે આવી એક મૂંઝવણ થઇ છે. જેનો ઝડપથી નિકાલ કરાશે અને નવો વિકલ્પ મળશે. દરેક વેરિફિકેશન પર ટ્વિટરે બ્રેક મારી દીધી છે. સિસ્ટમ ક્રેશ થવાના કારણે ટેક્નિકલ ખામી સર્જાઇ હતી. કેસલરના ટ્વિટર 13 હજારથી વધુ ફોલોઅર્સ છે. લોકોએ ટ્વિટરની ભારે ટીકા કરી હતી. જેને કંપનીએ ગંભીરતાથી લીધી હતી.

ચાર્લોટિસવિલ શહેરમાં ફાટી નીકળેલી હિંસામાં ત્રણ લોકોનાં મોત નીપજ્યા હતા. વર્ષ 2016માં આ ફિચસ મૂકવામાં આવ્યા હતા પરંતુ, તે આટલું વિવાદમાં આવશે એવી ખબર ન હતી. બ્લૂ ટિકને સાચા વ્યક્તિનું એકાઉન્ટ માનવમાં આવે છે. જે લોકો માટે સરળ અને સ્પષ્ટ હતું. અમેરિકામાં થયેલા વિરોધના કારણે કંપનીએ સિસ્ટમ ક્રેશની જવાબદારી પણ સ્વીકારી હતી અને બ્લૂ ટિક માર્ક રદ્દ કર્યું હતું.