અક્ષયની ફિલ્મ ‘ટોયલેટ એક પ્રેમ કથા’ની શરૂઆત ધાર્યાનુસાર ન રહી પરંતુ હવે આ ફિલ્મે વેગ પકડ્યો છે. એક સપ્તાહ પૂર્ણ થતાં સુધીમાં આ ફિલ્મ દર્શકોને આકર્ષવામાં સફળ નીવડી છે.

જેના પરિણામે 6 દિવસમાં તેની કમાણી 88 કરોડ સુધી પહોંચી ગઈ છે. અનુમાન છે કે આગામી દિવસોમાં જ ફિલ્મ 100 કરોડના આંકડાને પાર કરી લેશે. 18 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ દર્શકોને પસંદ પડી રહી છે. અક્ષય કુમાર માટે પણ આ પાંચમી હીટ ફિલ્મ સાબિત થઈ છે.

જો કે ફિલ્મના બજેટને ધ્યાનમાં લઈ તો અત્યાર સુધીમાં તો તેણે ત્રણગણો નફો કરી લીધો છે. કારણ કે બોક્સ ઓફિસ પર તેની પહેલા દિવસની કમાણી 13 કરોડ હતી જ્યારે 15 ઓગસ્ટ અને મંગળવારે આ ફિલ્મને 19.50 કરોડની કમાણી થઈ હતી. સ્વચ્છ ભારત અભિયાનને પ્રોત્સાહન આપતી આ ફિલ્મમાં અક્ષય કુમાર, ભૂમિ પેડનેકર, અનુપમ ખેર જેવા કલાકારોએ અભિનય કર્યો છે.