સરકારી બાબુઓ સામે ગુજરાત સરકારનું કડક વલણ જોવામાં આવી રહ્યું છે. ગુજરાતના 1000 જેટલા સરકારી અધિકારીઓનો પગાર અટકાવી દેવાયો છે, જેમણે પોતાની મિલકતની વિગતો દર્શાવી નથી. ગુજરાતના ઈતિહાસની આ પહેલી ઘટના કહી શકાય, જેમાં પહેલીવાર મહેસૂલ, શિક્ષણ, પોલીસ તેમજ અન્ય વિભાગના 1000થી વધુ ક્લાસ 1-2ના અધિકારીઓનો પગાર અટકાવી દેવાયો છે.

આ અધિકારીઓ સરકારની સૂચનાને અભરાઈએ ચઢાવી દેતા હતા, જેથી તેમની સામે સરકારે ગંભીર પગલા લીધા છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, કેન્દ્ર સરકારના પગલે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો હોવાનું કહેવાય છે.

જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા દર વર્ષે આ પ્રકારનો પરિપત્ર બહાર પાડવામાં આવતો હોય છે. જેમાં રાજ્ય સરકારમાં કામ કરતા ક્લાસ 1 અને ક્લાસ-2ના અધિકારીઓ પોતાની સ્થાવર અને જંગમ મિલકત સરકાર સામે રજૂ કરે. જેમાં સરકારનો હેતુ એ હોય છે કે, જો કોઈ અધિકારી પાસે આવક કરતા વધુ મિલકત હોય તો તેની સામે પગલા લઈ શકાય.

1 / 3
સંપૂર્ણ લેખ વાંચવા માટે...