વોટ્સએપમાં એક ફીચર મુકાયું છે. આ ફીચરની મદદથી યૂઝર રિયલ ટાઈમમાં કોઈ પણ લોકેશનને ટ્રેક કરી શકશે. આ સવલત ફક્ત વોટ્સએપ સાથે જોડાયેલા અને મોબાઈલમાં સેવ કર્યા હશે તેવા નંબર ધારકો માટે હશે. હાલ એન્ડ્રોયડ અને આઈઓએસના યૂઝર્સને જ લાભ મળશે.

કંપનીએ આ ફીચર બીટા વર્ઝન પર લોન્ચ કર્યું છે. આ એન્ડ્રોયડ બીટા વર્ઝનના ૨.૧૬.૩૯૯ અને આઈઓએસ બીટા વર્ઝનના ૨.૧૭.૩.૨૮ અપડેટ પર મળશે. શો માય ફ્રેન્ડસન ઓપ્શનમાં જવું. આ ફીચર બીટા વર્ઝન પર વોટ્સએપ અપડેટ કરવાની સાથે આવશે. પણ બાય ડિફોલ્ટ ડિસેબલ હશે. એટલે કે તેને યૂઝ કરવા માટે અનેબુલ કરવું પડશે. તેને એક્ટિવેટ કરવા વોટ્સએપ ગ્રૂપ સેટિંગમાં ‘શો માય ફ્રેન્ડ્સ’ના ઓપ્શન પર જવું પડશે.

ત્યાર બાદ તમે તમારા કોઈ પણ મિત્રને સિલેક્ટ કરી લાઈવ લોકેશન શેયર કરી શકશો. આ માટે કેટલાક ટાઈમસ્લોટ પણ મળશે. એક મિનિટ, બે મિનિટ, પાંચ મિનિટ અથવા અન્ય ટાઈમ સેટ કરી શકશો. સેટ કરેલો સમય પૂરો થશે કે તુરત જ લોકેશન ઓટોમેટિક જાણવા મળશે. લાઈવ લોકેશનનો ઉપયોગ સિંગલ અથવા ગ્રૂપ બંને માટે થઈ શકશે. સ્ટોપ શેરિંગ પર ક્લિક કરવાથી લોકેશન ગમે ત્યારે બંધ કરી શકાશે.