તેમણે કહ્યું કે, ઇફકો, બાગાયતના અધિકારીઓના માર્ગદર્શનથી અને જૈવિક ખાતરોના ઉપયોગ થકી આટલું સારું ઉત્પાદન લઇ શકાયું છે. મેં આડેધડ રાસાયણીક ખાતરોનો વપરાશ કરી જમીન બગડે તેવો ધંધો કર્યો નથી. છાણ, ગૌમૂત્ર જેવા સેન્દ્રીય ખાતરોનો વધુ ઉપયોગ કર્યો છે જેથી યુરીયા અને ડી.એ.પી.ની પણ જરૂર પડી નથી. તેમણે કહ્યું કે ઓછા પાણીએ સારું ઉત્પાદન મેળવી શકાય તે માટે ડ્રીપ ઇરીગેશન પધ્ધતિથી જ ખેતી કરીએ છીએ. તેમણે કહ્યું ગુજરાત સરકારના સંનિષ્‍ઠ પ્રયાસોને લીધે રાજયમાં કૃષિ ક્ષેત્રનો વિક્રમજનક વિકાસ થયો છે.

ખેતાજી સોલંકીએ ઉમેર્યું કે, મારા ફાર્મ પર રાજય સરકારની સહાયથી સોલાર લાઇટ ગોઠવવામાં આવી છે. આ સોલાર લાઇટથી ટ્યુબવેલ ચાલે છે અને સિંચાઇ પણ થાય છે. આ સોલાર લાઇટ વ્યવસ્થા ગોઠવવા માટે રાજય સરકાર દ્વારા રૂ.10 લાખ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે જેમાં મે ફક્ત રૂ. 37,500/- જ ખર્ચ કર્યો છે. બાકીનો તમામ ખર્ચ સરકાર દ્વારા સહાયરૂપે આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે સોલાર પેનલની ટ્યુબવેલથી દિવસે જ પાણી અપાય છે એટલે રાત્રે ઉજાગરા કરવા પડતા નથી અને કંઇ લાઇટબિલ પણ ભરવું પડતું નથી. તેમણે બીજા ખેડુતોને પણ આ યોજનાનો લાભ લેવા જણાવ્યું હતું.

4 / 4
સંપૂર્ણ લેખ વાંચવા માટે...