પ્રગતિશીલ ખેડૂત ખેતાજીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, શક્કર ટેટીના વેચાણ માટે બહાર જવું પડતું નથી વેપારીઓની માંગને આધારે જમ્મુ કશ્મીર, રાજસ્થાન અને દેશના જુદા જુદા રાજયોમાં નિકાસ કરવામાં આવે છે. બહારના રાજયોમાં નિકાસ થતી હોવાથી ભાવ પણ સારા મળે છે. તેમણે કહ્યું કે આમ તો બાગયતી ખેતી લીલાછમ્મ વિસ્તારોમાં જ થાય છે પરંતુ ડીસા તાલુકાની જમીન શક્કરટેટીને સારી માફક આવે છે એટલે આટલું માતબર ઉત્પાદન મેળવી શકાયું છે.

દાજી ગોળીયા ગામના ખેડુત ખેતાજી સોલંકીએ માત્ર સાત ધોરણ સુધી જ અભ્યાસ કરેલો છે પરંતુ મોબાઇલ એપ્‍લીકેશન અને કૃષિના તજજ્ઞોના સંપર્કમાં રહેતા હોવાથી તેમણે બાગાયત ખેતીમાં મહારત હાંસલ કરી છે. ફક્ત સાત વીઘા જમીન ધરાવતા ખેતાજીએ તેમની જમીનમાં રૂ. 1 લાખ 21 હજારનો ખર્ચ કરી રૂ. 21 લાખની કમાણી કરી છે.

2 / 4
સંપૂર્ણ લેખ વાંચવા માટે...