વિકાસના આ યુગમાં સમય સાથે કદમ મિલાવીને આયોજનપૂર્વક આગળ ધપનાર મહેનતું માણસને સફળતા મળે જ છે. રાજ્ય સરકાર દ્વારા પ્રતિવર્ષ યોજાતા કૃષિ મહોત્સવના કારણે ખેડૂતો આજે વિવિધ પાકો થકી આર્થિક રીતે સદ્ધર થયા છે. બનાસકાંઠા જિલ્‍લાના ઘણા ખેડૂતોએ કૃષિક્ષેત્રે રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય ક્ષેત્રે નવા રેકોર્ડ બનાવ્‍યા છે.

આ માટે રાજય સરકારની પણ મહત્‍વની ભૂમિકા રહી છે. ડીસા તાલુકાના ચંદાજી ગોળીયા ગામના ખેડુત ખેતાજી સોનાજી સોલંકીએ ખેતીમાં પરિવર્તન લાવીને સાત વીઘા જમીનમાં તા. 12 ફે્બ્રુઆરી-2018ના રોજ શક્કર ટેટીનું વાવેતર કર્યુ હતુ. અને એપ્રિલના બીજા અઠવાડીયા ઉત્પાદન પણ લઇ લીધું છે. માત્ર 70 દિવસના ટુંકાગાળામાં રૂ. 21 લાખની આવક શક્કર ટેટીના પાકથી મેળવી છે.

1 / 4
સંપૂર્ણ લેખ વાંચવા માટે...