પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ હુક્કબાર, કોલસેન્ટરો અને સ્પા પોલીસની રહેમ નજર હેઠળ ચાલી રહ્યા હોવાથી પોલીસ કમિશનરે એ.કે.સિંઘે ડીસીપીની મીટીગ બોલાવીને હુક્કાબાર બંધ કરી દેવાની સૂચના આપી હતી.

પોલીસ દરોડા પાડવા જાય તે પહેલા જ હુકકાબારના માલિકોને જાણ થઇ ગઇ હતી. ૧૦૦થી વધુ હુક્કાબાર પર રેડ કરવાનુ પોલીસનુ આયોજન હતુ પણ માત્ર ૧૬ એનસી ફરિયાદ દાખલ થઇ હતી. ત્યાર બાદ આ ઝુંબેશ ચાલુ રાખવાની સૂચના હોવા છતાં હુક્કાબાર બંધ કરાવવામા નહિ આવતા વસ્ત્રાપર પોલીસે વધુ ત્રણ હુક્કાબારમાં રેડ કરી હતી. વસ્ત્રાપુર પેાલીસે કાલેના હાઇટ અને ઇન્ફોનિયા હુક્કાબારમાં દરેાડા પાડવામા આવ્યા હતા. પોલીસે એનસી ફરિયાદ દાખલ કરી છે.

ટીનએજર્સામાં ગુનામાં પ્રમાણ વધુ થાય છે તેની પાછળ હાઇપ્રોફાઇલ લાઇફ હોવાનુ બહાર આવ્યુ છે. પોલીસનુ માનવુ છે ઇઝી મની કમાવવા માટે શાળા કોલેજના વિદ્યાર્થીઓ ચોરી અને લૂંટફાટ જેવા ગંભીર ગુના કરતા અચકાતા નથી. ચાંદખેડા કોલસેન્ટરમાં પણ મુખી બ્રધર્સની સંડોવણી આવી છે. આરોપીઓ પૈકી એક સગીર વયનો છે અને કોલેજમાં અભ્યાસ કરે છે.