ફિલ્મ પિંકની હીરોઇન તાપસી પન્નુએ વાસ્તવિક જિંદગીમાં તે અનેકવાર ગેરવર્તણૂંક અને છેડછાડનો ભોગ બની છે તે વાતનો એકરાર કર્યો છે. બેબી એક્ટ્રેસે કોલેજના દિવસોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે હું દિલ્હીમાં ભણતી અને બસમાં કોલેજ જતી ત્યારે બસની અંદર છોકરીઓ સાથે છેડછાડ થતી.

હું પણ દરરોજ છેડછાડનો ભોગ બનતી. તાપસીના મતે બસમાં મુસાફરી કરનારી મોટાભાગની છોકરીઓ છોકરાઓ દ્વારા અડપલાં અને છેડછાડનો ભોગ બનતી હોય છે. તાપસીનું કહેવું છે કે ઘણાં છોકરાઓ તો બસમાં છોકરીઓને હેરાન કરવા માટે જ મુસાફરી કરતા હોય છે. બસમાં ભીડનો લાભ લઇને તે છોકરીઓને અડપલાં કરે છે.

આવી હરકતોને કારણે છોકરીઓ માટે મુસાફરી ખૂબ અઘરી બની જાય છે. તેમાં પણ જો કોઇ તહેવાર કે ભીડવાળો એરિયા હોય તો લોકો છેડછાડની તકને છોડતા નથી. હું ઘણીવાર આ પરિસ્થિતિમાંથી પસાર થઇ ચૂકી છું.