દુનિયાના સંપન્ન દેશોમાં સ્વિત્ઝરલેન્ડની ગણના થાય છે. ત્યારે આ દેશની ગટરમાંથી સોનુ-ચાંદી જેવી કિંમતી ચીજવસ્તુઓ મળી રહી છે. અહીંના વૈજ્ઞાનિકોએ ગટર અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી અંદાજે 43 કિલો સોનું અને 3 ટન ચાંદી તેમજ અન્ય બહુમૂલ્ય ધાતુ કાઢી છે.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે, દેશની ઘડિયાળ બનાવતા ઉદ્યાગો તેમજ ગોલ્ડ રિફાઈનરીમાંથી સોના-ચાંદીના ટુકડા વહીને ગટરમાં ચાલ્યા જાય છે. આ માત્રા બહુજ વધારે હોય છે. આ ખુલાસો સ્વિસ ફેડરલ ઓફિસ ફોર એન્વાર્યનમેન્ટના એક સ્ટડીમાં થયો છે. આ એજન્સીએ દેશભરમાં 64 વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સનો સરવે કર્યો હતો. કટેલાક વિસ્તારોમાં ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સમાં સોનાની માત્ર વધુ રહી તો કેટલાકમાં ઓછી.

દક્ષિણી સ્વિત્ઝરલેન્ડ જ્યાં મોટી સંખ્યામાં ગોલ્ડ રિઝાઈનરી આવેલી છે, ત્યાંની ગટરોમાઁથો વધુ સોનું પ્રાપ્ત થયું છે. વૈજ્ઞાનિકોને ગટરના પાણીમાંથી ચોંકાવનારા તત્ત્વો મળી આવ્યા છે. સોના ઉપરાંત ચાંદી અને અન્ય દુર્ભલ ઘાતુઓ પણ ગટરના પાણીમાંથી મળી આવી છે. દુનિયાના સંપન્ન દેશોમાં સ્વિત્ઝરલેન્ડની ગણતરી થાય છે, ત્યારે અહીંની ગટરો પણ તેનો પુરાવો આપે છે.