ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસે કમર કસી છે ત્યારે ચૂંટણી પહેલા કેન્દ્રિય નેતાઓનો ગુજરાત પ્રવાસની શરૂઆત થઇ છે. મહેસાણામાં આગામી 14 ઓક્ટોબરે યોજાનાર ટાઉન હોલ કાર્યક્રમમાં કેન્દ્રિય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ હાજરી આપશે.

વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય નેતાઓએ ગુજરાતમાં ધામા નાખવાની શરૂઆત કરી છે, ત્યારે કેન્દ્રિય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ આગામી 14મી ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. અમિત શાહ બાદ સુષમા સ્વરાજ મહિલા ટાઉન હોલના કાર્યક્રમમાં હાજરી આપશે.

આ કાર્યક્રમ મહેસાણાના ત્રણ તાલુકામાં યોજાશે. ટાઉન હોલના કાર્યક્રમમાં મિસ્ડ કોલ અને વોટ્સએપ કરી શકાશે. જેના માટે એક નંબર જાહેર કરવામાં આવ્યો છે ત્યારે મહિલાઓને આકર્ષિત કરવા માટે ભાજપ દ્વારા અગાઉથી તૈયારી કરવામાં આવી છે.