ટીમ ઈન્ડિયાના ઓપનર શિખર ધવને ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની સીરીઝમાંથી બ્રેક લેવાની વિનંતી કરી હતી. જેને BCCIએ ધવનની પત્નીના ખરાબ સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને ધવનની આ રજા મંજૂર પણ કરી છે.

શ્રીલંકા સામેની છેલ્લી સીરીઝમાં પણ ધવને તેની માતાની તબિયત સારી ન હોવાથી ODIમાંથી બ્રેક લીધો હતો. શિખરના આ મોટા ઝટકા પછી હવે ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સીરીઝની પહેલી ત્રણ મેચ માટે આજિંક્ય રહાણેની ટીમમાં એન્ટ્રી થઈ શકે છે.

જોકે બેટિંગ ક્રમમાં ફેરફાર કરવામાં આવે અને રાહુલને આગળ રમવા માટે મોકલવામાં આવે તો મનીષ પાંડેના નામની પણ ચર્ચા થઈ શકે છે. જોકે હજુ સુધી સિલેક્શન કમિટીએ ધવન માટે પહેલા ત્રણ મેચના રિપ્લેસમેન્ટ માટે કોઈ નામ જાહેર નથી કર્યું.