હરિયાણાની જાણીતિ ડાંસર હવે રાજકારણમાં હાથ અજમાવે તેવી શક્યતા છે. આ વાતને બળ ત્યારે મળ્યું જ્યારે તે શુક્રવારે કોંગ્રેસ કાર્યાલય પહોંચી. ત્યાર બાદ તેણે 10 જનપથ જઈ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી સાથે મુલાકાત કરવાનો પ્રયાસ કર્યો.

જોકે સોનિયા ગાંધી તરફથી સમય ન મળવાના કારણે ડાંસરની મુલાકાત થઈ શકી ન હતી. આ મામલે પુછવામાં આવતા તેણે હાલ તો આવી કોઈ શક્યતાને નકારી કાઢી. જો કે તેણે કહ્યું હતું કે ભવિષ્યમાં રાજકારણમાં આવી શકે છે. સપના ચૌધરી હરિયાણા ઉપરાંત દેશભરમાં તેના ડાંસ અને લટકા ઝટકા માટે જાણીતિ છે. સપનાના અનેક ગીત ખુબ જ લોકપ્રિય છે. હવે સપના ચૌધરી રાજકારણમાં હાથ અજમાવવા જઈ રહી હોવાનું માલુમ પડે છે. આ મામલે સપનાએ કહ્યું હતું કે, તે હાલ રાજકાણમાં આવે તેવી કોઈ શક્યતા નથી. પરંતુ તે કોંગ્રેસ પાર્ટી માટે ચૂંટણી પ્રચાર કરી શકે છે.

સપનાએ જણાવ્યું હતું કે, તે પ્રિયંકા ગાંધીની મોટી પ્રસંશક છે. તેણે તાજેતરમાં જ કોંગ્રેસ કાર્યાલયની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ તે કોંગ્રેસના નેતા અને યૂપીએ અધ્યક્ષા સોનિયા ગાંધીની મુલાકાત લેવા તેમના ઘરે 10 જનપથ પહોંચી હતી. જોકે તેને સોનિયા ગાંધી તરફથી મળવાનો સમય મળ્યો ન હતો.