બોલિવૂડ એક્ટર સંજય દત્તની દીકરી ત્રિશાલા દત્તે ભલે બોલિવૂડમાં એન્ટ્રી કરી ન હોય, પરંતુ તેની ખ્તાતિ સોશિયલ મીડિયમાં કોઇ સ્ટારથી કમ નથી. હાલમાં જ ત્રિશાલા દત્તે સમર લુકની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

જે સોશિયલ મીડિયામાં વાયુવેગે વાઇરલ થઇ ગઇ છે. ત્રિશાલાએ તસવીરનાં કેપ્શનમાં લખ્યું છે કે, I️ can’t wait for summer. ત્રિશાલાની આ તસવીરમાં સંજય દત્તની એક્સ વાઇફ રિયા પિલ્લઇ પણ ઇમ્પ્રેસ નજર આવી રહી છે. તેણે તસવીર પર કોમેન્ટ કરતા ખુશી જાહેર કરી છે.

બોલિવૂડથી દૂર રહેતા ત્રિશાલા ઇન્ડસ્ટ્રીમાં છવાયેલી રહે છે. પોતાના બોલ્ડ લુકની તસવીરોને લઇ ત્રિશાલા હંમેશા ચર્ચામાં રહે છે. ત્રિશાલાએ આ નવી પોસ્ટમાં બિકની પર ટ્રાંસપરેન્ટ કફ્તાન પહેર્યું છે.