સલમાન ખાનની ગર્લફ્રેન્ડ રહી ચૂકેલી સંગીતા બિજલાનીએ અઝહરથી છૂટા પડયા બાદ સ્ટાર પ્લસના પોપ્યુલર ટીવી શો ઇશ્કબાઝથી ફરી નાના પરદે ડેબ્યૂ કરી રહી છે. આ શોમાં એનો ગ્રે શેડ જોવા મળશે.

વીસ વરસથી અભિનયથી દૂર રહેલી અભિનેત્રીને ઇશ્કબાઝના મેકર્સ શોમાં ઇન્ટ્રોડયૂસ કરવા માગે છે. ઇશ્કબાઝના નિર્માતાના જણાવ્યા મુજબ સંગીતાનો ગ્લેમરસ અને ગ્રે શેડ દર્શકોને જોવા મળશે. સિરિયલમાં એ ઓબેરોય ફેમિલીમાં ઊથલપાથલ મચાવવાનું કામ કરશે.

શોના સોર્સનું કહેવું છે કે આ રોલ માટે સંગીતાનો એપ્રોચ કરાયો હતો અને એ ભૂમિકા ભજવવા તૈયાર પણ છે. જોકે એવા પણ અહેવાલ છે કે સંગીતાએ હજુ આ રોલ માટે કોઈ પ્રતિક્રિયા આપી નથી.