સહારનપુરમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષે સ્થાનિકોના દિલ જીતવાની કોશિશ કરતા ઘરેલું ઉદ્યોગ માટે સરકાર દ્વારા અલગ બજેટની ફાળવણી કરાય તેવી માંગ કરી હતી.

રેલ બજેટ ન રજૂ કરવાના ભાજપ સરકારના નિર્ણય અંગે પૂછતા રાહુલે કહ્યું કે રેલવેને જે પૈસા મળતા હતા તેને સામાન્ય બજેટ હેઠળ કેટલાંક પોતાને આપવાની યોજના છે. રાહુલે કહ્યું કે થવું તો એ જોઈતું હતું કે ખેડૂતો માટે અને ઘરેલું ઉદ્યોગો માટે અલગ બજેટ હોય. જો ઘરેલું ઉદ્યોગનું અલગ બજેટ હોત તો મંદીના કિનારે પહોંચી ગયેલા સહારનપુરના કાષ્ટ કોતરણી ઉદ્યોગ જેવા ઉદ્યોગને પ્રોત્સાહન મળ્યું હોત.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા સેનાની સર્જિક્લ સ્ટ્રાઈક પર ઉઠાવવામાં આવેલા સવાલ અને પ્રધાનમંત્રી મોદી પાસે માંગવામાં આવેલા જવાબને લઈને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કેજરીવાલને અરિસો દેખાડતા કહ્યું કે કેજરીવાલે દેશની સેની પર ભરોસો કરવો જોઈએ. કેજરીવાલ શું કરે છે તે ખુદ જાણે હું તો સેવા કરવા નિકળ્યો છું. ભારતીય સેનાને સલામ કરું છું. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા વીડિયો જાહેર કરવા અંગે અને તેમાં વડાપ્રધાનને પૂછાયેલા સવાલ પર પણ તેમણે કહ્યું કે કેજરીવાલે દેશની સેના પર ભરોસો કરવો જોઈએ.