અભિનેત્રીઓ રીયલ લાઈફમાં ખૂબ જ બોલ્ડ અંદાજમાં પોતાની વાત સામે રાખતી હોય છે. એવું જ કંઈક એન્ડ ટીવીની સીરિયલ ‘બઢો બહુ’ની લીડ એક્ટ્રેસ રયતાશા રાઠૌર કહ્યું છે. આ શોમાં રયતાશા એક હરિયાણવી બહુની ભૂમિકા ભજવી રહી છે.

રયતાશાએ એક બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો શેર કરતાં કહ્યું, મહિલાઓએ પોતાના કપડાને લઈને શરમમાં મુકતા લોકોને એક કડક મેસેજ આપ્યો છે. રયતાશાએ શોની એક ઘટાનાનો ઉલ્લેખ કરતાં લખ્યું કે, તેમાં શરમની કોઈ વાત નથી યાર, હું અમે બ્રા પહેરીએ છીએ! અને હાં અમારા સ્તન છે.

રીતાશાએ પોસ્ટમાં લખ્યું કે, આ સીરિયલમાં બતાવવામાં આવેલી આ બાબત મને સૌથી વધુ પસંદ આવી. આપણે મર્યાદાઓને વધારો આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે અન્ય એક્ટર્સ અને પ્રોડ્યુસર્સ પણ આવા પ્રકારના કન્ટેન્ટ પોતાના શોમાં બતાવે, જેની જરૂર સમાજને સૌથી વધુ છે.

આપણે સંકુચિત વિચારોને મોટા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું કે, આ કોઈ શરમની બાબત નથી, સ્ત્રીઓ બ્રા પહેરે છે, અને હા, અમારા સ્તન પણ છે. આ સ્તનમાં સ્તન ગ્રંથિઓ હોય છે, જે નવજાત બાળકોને પોષણ આપે છે.