રશિયાની અનૌપચારિક મુલાકાતે ગયેલા ભારતના વડા પ્રધાન મોદીએ રશિયાના પ્રમુખ પુતિન સાથે મુલાકાત કરી હતી. રશિયાનાં સોચી શહેરમાં મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. બંને નેતાઓ એકબીજાને ભારે ઉત્સાહ અને ઉમળકા સાથે ભેટયા હતા.

મોદી અને પુતિને ભારત અને રશિયાના દ્વિપક્ષીય સંબંધો અંગે યોટ પર સફર કરી વિસ્તૃત ચર્ચા કરી હતી. મોદી અને પુતિને ઇન્ટરનેશનલ નોર્થસાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર અને બ્રિક્સના મુદ્દાઓની લંબાણપૂર્વક ચર્ચા કરી હતી. મોદીએ બંને દેશો વચ્ચેના વર્ષો જૂના સંબંધોને યાદ કરીને કહ્યું હતું કે બંને દેશો લાંબા સમયથી મિત્રો રહ્યા છે. સોચીમાં અનૌપચારિક મુલાકાત અંગે પુતિને આપેલાં આમંત્રણ માટે મોદીએ આભાર માન્યો હતો.

1 / 3
સંપૂર્ણ લેખ વાંચવા માટે...