રશિયાની અન્ના ડોવગાલયુક નામની એક વિદ્યાર્થીનીએ પ્રવાસીઓથી ભરચક મેટ્રો સ્ટેશન પર પોતાનું સ્કર્ટ ઉપર ઉઠાવી ઉભી રહી જાય છે. વાસ્તવમાં તો આ રશિય વિદ્યાર્થીની પોતાનો વિરોધ નોંધાવવા માટે આ પ્રકારનું પગલું ઉઠાવ્યું છે.

તેનું કહેવું છે કે, કેટલીય વખત ભીડભાડવાળી જગ્યાઓ પર પુરુષ છોકરીઓના સ્કર્ટની અંદરની તસવીરો ક્લિક કરે છે અને પીડિત છોકરીઓને ખબર પણ નથી હોતી. આ વિદ્યાર્થીનીએ આવા લોકો સામે વિરોધ વ્યક્ત કરતા માટે આ પ્રકારનું પ્રદર્શન કરીને પોતનો રોષ ઠાલવ્યો હતો.

તેણે રશિયાના સેન્ટ પીટસબર્ગ સબવેની પાસે ઘણાં સમય સુધી આ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન કેટલાક લોકો તો તેની સ્થિતિ જોઇને હેરાન થઇ ગયા હતા તો વળી, કેટલાક નજર અંદાજ કરી ગયા હતા.

આ છોકરીનું કહેવું છે કે, તેઓ આ વીડિયો થકી ગંભીર મુદ્દા પર લોકોનું ધ્યાન ખેંચવા માંગે છે. મેટ્રો સ્ટેશન પર ભીડ હોવાના કારણે કેટલીક મહિલાઓ સાથે સ્પર્શ કરવામાં આવે છે, અને કેટલીક વખત તેમની તસવીર પણ લેવામાં આવે છે.