રિઝર્વ બેંકે નોટબંધી બાદ બીજી દ્વિમાસીક નાણાં નીતિમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. બેંકે રેપો રેટ 6.25 ટકા પર જાળવી રાખ્યો છે.

જ્યારે રિવર્સ રેપો રેટ પણ 5.75 ટકા પર સ્થિર રાખવામાં આવ્યો છે. રિવર્સ રેપો પર જ બેંક પોતાના રૂપિયા આરબીઆઈ પાસે જમા રાખે છે. એમએસએફ, બેંક રેટ પણ 6.75 ટકા પર જાળવી રાખવામાં આવ્યા છે.