પોશ વિસ્તારમાં ચાલતા સ્પામાં બોડી મસાજના નામે સેક્સરેકટ ચાલતું હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. ડમી ગ્રાહક મોકલી પોલીસે 4 યુવતીઓને ઝડપી લીધી છે. 2500 રૂપિયામાં બોડીમસાજના નામે સહશયન મળતું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસે દરોડો પાડી સંચાલક સહિત ચાર યુવતીઓને ઝડપી હતી.

રાજકોટના નાના મવા રોડ પર મારવાડી બિલ્ડિંગ સામે વિરલ સોસાયટી- 1માં બાલાજી કૃપા નામના મકાનમાં ફ્યુઝન સ્પામાં દેહવ્યાપાર ચાલતો હતો. આ વિસ્તાર પોશ વિસ્તારમાં આવે છે. આજુબાજુના લોકોને જાણ હોવાની ચર્ચા થઇ હતી અને આ ચર્ચાએ જોર પકડતા કોઇએ પોલીસને બાતમી આપી હતી.

સ્પા સેન્ટરની આડમાં સેક્સ રેકેટ ચાલતુ હોવાની બાતમી મળી હતી. જેને લઇ પોલીસે ડમી ગ્રાહક મોકલ્યો હતો. સેક્સરેકેટમાં ચાર યુવતી અને 27 વર્ષીય બલરામ મહેશ મિશ્રાની ધરપકડ કરી હતી. ચારેય યુવતીઓને ફરિયાદી બનાવી પોલીસે મુક્ત કરાવી હોવાનું ચોપડે નોંધી તેને જવા દીધી હતી અને સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.