દેશભરમાં ચારેબાજુ ચાઇનીઝ વસ્તુઓનાં બહિષ્કાર અંગેની વાતો કરાઈ રાહી છે. ત્યારે આ બહિષ્કારની શરૂઆત રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્રારા કરવામાં આવી છે. ચેમ્બર ઓફ કોમર્સએ ચાઇનીઝ વસ્તુઓનો વિરોધ કરતો એક પત્ર પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને લખ્યો છે.

જેમાં ચાઇનીઝ વસ્તુંઓના ખરીદ વેચાણ અને વપરાશનો બહિષ્કાર કરતા હોવાનું જણાવ્યું છે. તેમજ સૌરાષ્ટ્રનાં અન્ય સંગઠનોને પણ ચાઇનીઝ વસ્તુઓનો પોતે બહિષ્કાર કરે છે તેવો પત્ર લખીને પોતાની સાથે આ બહિષ્કારમાં જોડાવા અપીલ પણ કરી છે. ત્યારે હવે અન્ય કોણ આ બહિષ્કારમાં જોડાય છે. અને આ બહિષ્કારથી ચાઈનાની આંખ ખુલશે કે નહીં તેં તો આવનારો સમય જ બતાવશે.