ફિલ્મ ‘પદ્માવતી’થી શાહિદ કપૂરનો નવો પોસ્ટર આજે રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં આ પોસ્ટરમાં રાજા રાવલ રતન સિંહની ભૂમિકા ભજવી રહેલ શાહિદ રાજ મુકુટ પહેરીને સિહાસન પર વિરાજમાન થયેલો દેખાઈ રહ્યો છે.

આ પહેલા મેકર્સ દ્વારા લોન્ચ કરેલા શાહિદના એક પોસ્ટરમાં તેઓ ફાટેલા કપડામાં નજરે પડ્યો હતો. શાહિદના તે લૂકને જોઈને લાગી રહ્યું હતું કે, જાણે તેને બંધક બનાવવામાં આવ્યો છે.

જોકે, શાહિદનો આ નવો લૂક એકદમ શાહી છે. આ ફિલ્મમાં દીપિકા પાદૂકોણ રાણી પદ્માવતીની ભૂમિકા ભજવી રહી છે. સાથે જ રણવીર સિંહ અલાઉદ્દીન ખિલજીનો રોલમાં નજરે પડશે.