કર્ણાટકના પદનામિત મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ આજે દિલ્લીમાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી. કુમારસ્વામીએ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને 23 મેના યોજાનારા શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું.

જાણકારી મુજબ બંને નેતા બેંગલૂરૂ જવા માટે તૈયાર થયા છે. મુલાકાત બાદ કુમારસ્વામીએ કહ્યું અમે કર્ણાટકમાં સ્થિર સરકાર આપશું. કુમારસ્વામીએ કહ્યું મંત્રી મંડળ અંગે અમારી ચર્ચા થઈ રહી છે જે અંગે આવતીકાલે જાણ કરવામાં આવશે. કાલે કૉંગ્રેસ નેતા વેણુગોપાલ અને કુમારસ્વામીની બેઠકમાં બે ડેપ્યૂટી સીએમ, સ્પીકર જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે.

1 / 2
સંપૂર્ણ લેખ વાંચવા માટે...