શુક્રવારે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન રાહુલના ભાષણમાં એક અલગ જ આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો. આજ આત્મવિશ્વાસ રવિવારે કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠકમાં જોવા મળ્યા હતા.

બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષે સખ્ત શબ્દોમાં કહ્યું, અમે એક મોટી લડાઈ લડી રહ્યા છે. પાર્ટી ફોરમમાં તમામને પોતાની વાત રાખવાનો હક્ક છે, આ પાર્ટી નેતા કોઈ ખોટા નિવેદનબાજી કરે છે અને અમારી લડાઈને કમજોર કરે છે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં હું કોઈ સંકોચ નહીં કરું. રાહુલ ગાંધીએ કહ્યું કે, સીડબ્લ્યૂસીમાં યુવાઓ અને અનુભવી નેતાઓની વચ્ચે સંતુલન બનાવવાની કોશિશ કરી છે. સીડબ્લ્યૂસીની રચનાનો હેતુ પાર્ટીમાં સમાવેશી વિચારધારાને સામેલ કરીને પાર્ટીને ગતિશીલ બનાવવાનો છે.

તેમને કહ્યું કે, પાર્ટીને મતદાતા સ્તર પર પહોંચાડવાની એક મોટી જવાબદારી છે. આપણે તે લોકોની ઓળખ કરવાની છે જે આપણેને વોટ આપતા નથી. આપણે તે પ્રકારની રણનીતિ તૈયાર કરવાની છે જેનાથી આપણે દરેક મતદાતા સુધી પહોંચીને તેમનો વિશ્વાસ હાંસલ કરી શકીએ. આ વર્કિંગ કમિટી દરેક ભારતીયોનો અવાજ બનશે અને તેમને પોતાની વાત રાખવાનું મંચ મળશે.