હોલિવૂડમાં પોતાનો સિક્કો જમાવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ દુનિયાની સૌથી વધુ કમાણી કરતી ટોપ ૧૦ એક્ટ્રેસમાં સ્થાન મેળવ્યું છે. ક્વોન્ટિકોને કારણે વિદેશમાં જબરજસ્ત લોકપ્રિયતા મેળવનાર પ્રિયંકા ચોપરાએ ૬૫ કરોડની કમાણી કરી ફોર્બ્સની યાદીમાં આઠમું સ્થાન મેળવ્યું છે.

આ યાદી જૂન ૨૦૧૬થી જૂન ૨૦૧૭ દરમ્યાન અભિનેત્રીએ કરેલી કમાણીના આંકડા પર આધારિત છે. ફોર્બ્સના હિસાબે દુનિયાની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી તરીકે ફરી સોફિયા વેરગારાએ ટોચનું સ્થાન મેળવ્યું છે.

પ્રિયંકાએ ગયા વરસે પણ ટોપટેનની યાદીમાં સ્થાન મેળવ્યું હતું. ઉપરાંત બોલિવૂડ દીવા માધુરી દીક્ષિત પર આધારિત સિટકોમનું પણ નિર્માણ કરી રહી છે.