મહેનત અને શાનદાર અદાકારીના કારણે પ્રિયંકા ચોપડાએ આંતરરાષ્ટ્રીય સ્તર પર ખ્યાતિ પ્રાપ્ત કરી છે. મનોરંજન અને મીડિયાના ક્ષેત્રમાં ફોર્બ્સે પ્રિયંકાને 15 માં સ્થાન પર રાખી છે. આ યાદીમાં પૉપ સિંગર બિયોંસ નોએલ્સે ચોથું સ્થાન હાંસલ કર્યું છે. ગાયક ટેલર સ્વિફટે 12મું સ્થાન અને હેરી પોટરની રાઇટરને 13મું સ્થાન મળ્યું છે.

જ્યારે ફોર્બ્સની તમામ કેટેગરીમાં પ્રિયંકાને 97મું સ્થાન મળ્યું છે. જર્મીની ચાન્સલર આ યાદીમાં પ્રથમ સ્થાને છે. બિયોંસ નોએલ્સ 50માં અને ટેલર સ્વિફ્ટ 85માં સ્થાન પર છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા હોલીવૂડ શો ”ક્વાંટિકો” માં પોતાની અદાકારીનો જલવો બતાવી ચૂકનાર પ્રિયંકાએ ફિલ્મ ”બેવોચ” માં પણ કામ કર્યું છે.

પ્રિયંકા કોઇપણ અમેરિકન ટીવી શોમાં કામ કરનાર પ્રથમ ભારતીય મહિલા અભિનેત્રી છે. ફોર્બ્સે પણ પોતાની કોલમમાં પ્રિયંકાના અમેરિકન ટેલિવિઝન શો ”ક્વાંટિકો” ની પ્રશંસા કરી છે. પ્રિયંકાને ફોર્બ્સની યાદીમાં ટીવી અભિનેત્રી તરીકે સૌથી વધુ કમાણી કરનાર લોકોની યાદીમાં આઠમા નંબર પર રાખી છે. જ્યારે ગત વર્ષે પ્રિયંકા આ યાદીમાં 10માં સ્થાન પર હતી.