પ્રિયા પ્રકાશ એક એવું નામ છે, જે રાતોરાત સ્ટાર બની ગઈ છે. ડેબ્યુથી પહેલા જ તેની ફિલ્મના એક સીનને કારણે પ્રિયા પ્રકાશ સોશિયલ મીડિયા પર ક્વીન બની ગઈ છે. પ્રિયા પ્રકાશ મલયાલમ ફિલ્મ ઓરુ ઓદાર લવથી ફિલ્મોમાં ડેબ્યુ કરી રહી છે. હાલ આ ફિલ્મનો વધુ એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં પ્રિયા પ્રકાશ સાયન્સ લેબમાં રોમાન્સ કરતી નજર આવી છે.

આ ફિલ્મનું આ બીજુ ગીત છે, જેમાં પ્રિયા પ્રકાશની ફિલ્મની હીરો અબ્દુલ રહુફની સાથે તેની લવ કેમેસ્ટ્રી નજર આવી રહી છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ગીતનું શુટિંગ સ્કૂલની સાયન્સ લેબમાં અને પાર્કમાં કરવામાં આવ્યું છે. ગત વખતની જેમ જ પ્રિયા શાનદાર એક્સપ્રેશન્સ આપતી નજર આવી રહી છે. તો અબ્દુલ પણ આ ગીતમાં સારો લાગે છે.

પ્રિયા પોતાના ડેબ્યુ પહેલા જ વધુ ફેમસ થઈ ગઈ છે, તેને હવે બોલિવુડમાંથી અનેક ઓફર્સ મળવા લાગી છે. લોકો હવે પ્રિયા પ્રકાશની ફિલ્મ ઓરુ ઓદાર લવની રિલીઝ થવાની રાહ જોઈ રહ્યાં છે. આ ફિલ્મ 14 જૂનના રોજ રિલીઝ થવાની છે.