નાણાં પ્રધાન અરુણ જેટલીએ ગુરુવારે ભારતીય સેનાએ પીઓકેમાં કરેલી સર્જિકલ સ્ટ્રાઈકને બિરદાવતા કહ્યું હતું કે આ કૃત્ય દુશ્મનોની કેડ ભાંગે નાંખે તેવું છે.

ભારત દેશમાં સ્થાયી શાંતિ સ્થાપવા માટે તમામ તાકાતને ઉથલાવી દેવા કે હાંકી કાઢવા શક્તિમાન છે. અમને ભારતીય સેના અને મોદીના નેતૃત્વ વિશે અભિમાન છે. સૌ પહેલવહેલા મિલિટરી એકશન કે જેમાં દેશના સીમાડા(LOC) ઓળંગીને સીધી જ સૈન્ય કાર્યવાહી કરવામાં આવી છે.

દુશ્મનોની કેડ ભાંગી નાંખે તેવા આ કાર્ય બદલ અમે ભારતીય સેના પર ગર્વની લાગણી અનુભવીએ છીએ. તેમણે પ્રદેશમાં શાંતિનું વાતાવરણ ડહોળવાનો કરવામાં આવેલા પ્રયાસને પાછા વાળ્યા છે તેમ એક અન્ય ટ્વીટ કરીને કહ્યું હતું.