આમ આદમી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયેલ યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણે આજે નવી રાજકીય પાર્ટીનું એલાન કર્યું છે. દિલ્હી ગેટ પાસે સ્થિત દિલ્હી પારસી અંજુમન ગેસ્ટ હાઉસમાં આજે તેમણે સ્વરાજ ઇન્ડિયા નામની નવી પાર્ટીનું એલાન કર્યું છે.

પાર્ટીનું નામ સ્વરાજ શબ્દ સાથે જોડાયેલ છે. આ પહેલા આમ આદમી પાર્ટી માંથી સસ્પેન્ડ કરાયેલ યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ, આનંદ કુમાર, અજીત ઝા વગેરે નેતાઓએ સ્વરાજ અભિયાન નામનું સંગઠન બનાવ્યું હતું જેના સંયોજક આનંદ કુમાર છે.

સ્વરાજ અભિયાનના બેનર હેઠળ દેશભરમાં ખેડૂતોની સમસ્યા દુર કરવા, દુષ્કાળગ્રસ્ત ક્ષેત્રને સરકાર પાસે વિશેષ સહાયતા અપાવવા, દિલ્હીમાં અવૈધ રૂપે દારુના અડ્ડા ખોલવાનો વિરોધ વગેરેના પ્રયત્નો કરવામાં આવ્યા, જેના સારા પરિણામ સામે આવ્યા છે. સ્વરાજ અભિયાનના મીડિયા પ્રભારી અનુપમના જણાવ્યા અનુસાર, છથી વધારે રાજ્યો અને ૧૦૦ થી વધારે જીલ્લામાં સ્વરાજ અભિયાનના નિર્વાચિત એકમો બની ચુક્યા છે.