રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આજે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. એમનો આજનો પ્રવાસ અત્યંત વ્યસ્ત છે. એમણે આજે અહીં સેવાશ્રમ હોસ્પિટલનું ઉદઘાટન કર્યું હતું.

આ હોસ્પિટલ પીઢ કોંગ્રેસી નેતા એહમદ પટેલના વડપણ હેઠળની સેવાશ્રમ ટ્રસ્ટે બંધાવી છે. રાષ્ટ્રપતિએ બાદમાં અંકલેશ્વરમાં સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટનું પણ ઉદઘાટન કર્યું હતું. રાષ્ટ્રપતિ સવારે 11 વાગ્યે ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલ પહોંચ્યા હતા અને અડધો કલાક સુધીનો સમય વીતાવ્યો હતો. એમણે ત્યારબાદ 11.30 વાગ્યે પડોશના અંકલેશ્વર નગરમાં સરદાર વલ્લભભાઈ હાર્ટ ઈન્સ્ટિટ્યુટનું ઉદઘાટન કર્યું હતું.

રાષ્ટ્રપતિએ બાદમાં પાટનગર ગાંધીનગરમાં ખાતે સાંજે બાપુ નોલેજ સેન્ટર ખાતે વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. એ કાર્યક્રમ વખતે મંચ પર એમની સાથે ગુજરાત વિધાનસભામાં વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા.