જર્મન સ્પોર્ટસકાર મેકર પોર્શે કન્ફર્મ કર્યું છે કે તે પોતાના મિશન ઇ કૉન્સેપ્ટનું પ્રોડક્શન વર્ઝન લાવશે. આ કાર દ્વારા કંપની ટેસ્લા સામે મુકાબલો કરવા માટે તૈયાર છે. એક મીડિયા ઇન્ટરવ્યૂમાં પોર્શના સીઇઓ ઓલિવર બ્લૂમ એ કહ્યું કે પ્રૉડક્શન મૉડલનું એક્સટીરિયર લગભગ કૉન્સેપ્ટ મૉડલ જેવું જ હશે.

આ પોર્શેની પહેલી બેટરી-ઇલેક્ટ્રિક કાર હશે અને આશા વ્યક્ત કરાઇ રહી છે કે આ પોર્શે પનામેરા કરતાં થોડીક નાની હશે. Mission E દ્વારા ઇલેક્ટ્રિક કાર માર્કેટમાં પોર્શે અગ્રેસિવ એન્ટ્રી કરવાની કોશિષ કરશે. ગ્લોબલ માર્કેટમાં તેને 2019માં અને ભારતમાં તેને 2020માં લૉન્ચ કરી શકાય છે. પોર્શેના મતે પ્રૉડક્શન મૉડલ 600 હૉર્સપાવરની તાકત જનરેટ કરશે.

1 / 3
સંપૂર્ણ લેખ વાંચવા માટે...