લોકોને આતંકવાદી તરીકે પાકિસ્તાનની સેના તાલીમબદ્ધ કરી રહી છે. આ ખુલાસો ભારતે નહીં પણ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના એક એક્ટિવિસ્ટ તૌકીર ગિલાનીએ મુઝફ્ફરાબાદની રેલીમાં કર્યો છે. પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓને સુરક્ષિત ઠેકાણા અને સુરક્ષા પુરી પાડવાની ભૂમિકાનો પર તૌકીર ગિલાનીએ ખુલાસો કર્યો છે.

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના એક એક્ટિવિસ્ટે પાકિસ્તાનને બેનકાબ કરીને ફરી એકવાર તેનો આતંકી ચહેરો દુનિયા સામે ઉજાગર કર્યો છે. મુઝફ્ફરાબાદની રેલીમાં તૌકીર ગિલાનીએ પાકિસ્તાનની સેના દ્વારા આતંકવાદીઓને તાલીમબદ્ધ કરીને તેમને સુરક્ષિત ઠેકાણા ઉપલબ્ધ કરાતા હોવાનો ખુલાસો કર્યો છે. તૌકીર ગિલાનીનું કહેવુ છે કે આતંકવાદીઓને પાકિસ્તાનની સેના સુરક્ષા પુરી પાડી રહી છે.

તૌકીર ગિલાનીએ સૌથી સનસનાટીપૂર્ણ ખુલાસો કરતા કહ્યુ છે કે પાકિસ્તાનની સેના પોતાની આવામમાંથી જ જેહાદીઓને તૈયાર કરે છે અને પોતાની જરૂરિયાત મુજબ ઉપયોગ કરે છે. મોટી સંખ્યામાં પાકિસ્તાનીઓ સેનાની છેતરપિંડીમાં ફસાઈ રહ્યા છે.