વડાપ્રધાન મોદીએ અભિનંદન સમારંભમાં કહ્યું કે હું તમારા બધાની ક્ષમા માંગુ છું કે મને ફરીથી નેપાળ આવવામાં થોડું મોડું થઈ ગયું. આજે જાનકી મંદિરમાં દર્શન કરીને મારી વર્ષોની ઈચ્છા પૂરી થઈ છે. મોદીએ કહ્યું કે ભારત અને નેપાળ બે અલગ અલગ દેશ છે પરંતુ આ બંને દેશો વચ્ચે આજથી નહીં ત્રેતાયુગથી મિત્રતા છે.

ફક્ત જનકપુર અને અયોધ્યા જ નહીં પણ ભારત અને નેપાળ વચ્ચે પણ એક અલગ સબંધ છે. તેમણે કહ્યું કે નેપાળ વગર અમારા રામ અધુરા છે. મોદીએ કહ્યું કે નેપાળ અને ભારત કોઈ પરિભાષાથી નહીં પણ ભાષાથી બંધાયેલા છે. આ ભાષા છે આસ્થાની, આ ભાષા છે ખોરાકની અને આ ભાષા છે દીકરીની.

1 / 3
સંપૂર્ણ લેખ વાંચવા માટે...