વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારના રોજ સેન્ટ્રલ લંડનના વેસ્ટમિંસ્ટર સેન્ટ્રલ હોલ પરથી વિપક્ષી દળો પર નિશાન સાંધ્યું. પીએમ ‘ભારત કી બાત, સબકે સાથ’ કાર્યક્રમના માધ્યમથી આલોચકોને જવાબ આપ્યો જેનું સંચાલન ગીતાકાર અને સેંસર બોર્ડ ચેરમેન પ્રસૂન જોશી કરી રહ્યાં હતા.

પીએમ મોદીએ એક પ્રશ્નના જવાબ આપતા કહ્યું કે આલોચનાઓ લોકતંત્રની સુંદરતા હોય છે. તેના સંદર્ભમાં વિરોધીઓ પર પીએમે કટાક્ષ કરતાં કહ્યું કે આજે જયાં પહોંચ્યો છું તેની પાછળ આલોચક જ છે. લંડનના આ કાર્યક્રમમાં અંતમાં એક યુવતીએ મોદીને પ્રશ્ન કર્યો કે દેશમાં કેટલીય શક્તિઓ છેજે કોઇપણ રીતે સત્તા પ્રાપ્ત કરવામાં લાગી ગઇ છે, શું તમે ડગમગતા નથી? તેના જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે આલોચનાઓ લોકતંત્રની બ્યુટી હોય છે.

1 / 4
સંપૂર્ણ લેખ વાંચવા માટે...