કાઠમંડુ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાન ક્રેશ થવાની ઘટના સામે આવી છે. આ વિમાન બાંગ્લાદેશની US-બાંગ્લા એરલાઈન્સનું હતું. પ્રારંભિક માહિતી અનુસાર, વિમાન ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટના પૂર્વ ભાગમાં જઈને પડ્યું હતું.

એરપોર્ટના પ્રવક્તા પ્રેમનાથ ઠાકુર અનુસાર, આ દુર્ઘટનામાં 50 લોકોના માર્યા ગયા હોવાની આશંકા રહેલી છે. નેપાળ સેનાના પ્રવક્તા તરફથી આપાવમાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, વિમાન દુર્ઘટનામાં કુલ 50 લોકોના મોત થયા છે. આ વિમાનમાં કુલ 67 લોકો અને 4 ક્રૂ મેમ્બર મુસાફરી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ વિમાનમાં 37 પુરૂષ, 27 મહિલાઓ અને 2 બાળકો મુસાફરી કરી રહ્યા હતા.

આ વિમાન ઢાકા થી કાઠમંડુ આવી રહ્યું હતું. આ અંગે માહિતી આપતાં કહેવામાં આવી રહ્યું છેકે, બચાવ ટીમને વિમાનના કાટમાળ માંથી કેટલાક ખરાબ રીતે સળગી ગયેલા સબ મળ્યા છે. અત્યાર સુધીમાં 17 ઈજાગ્રસ્તોને બચાવવામાં આવ્યા છે. એરપોર્ટના રનવે પર ઘણો ધુમ્માડો ઉડતો જોવા મળી રહ્યો છે. આ અંગે પ્રારંભિક માહિતી અનુસાર વિમાનમાં ટેકનીકલ ખામીના કારણે દુર્ઘટના થઈ હતી. હાલમાં વિમાન ક્રેશ થવાના કારણે એરપોર્ટ બંધ કરવામાં આવેલ છે.