પેટ્રોલ અને ડીઝલને ટૂંક સમયમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) હેઠળ આવરી લેવાની અત્યારે કોઈ યોજના નથી. રાજ્ય અને કેન્દ્ર સરકારો આ પક્ષમાં નથી, આ તેનું મુખ્ય કારણ છે, કારણકે સરકારને મહેસૂલમાં નુકસાન થવાનો ભય છે.

એક સર્વોચ્ચ સૂત્રોએ આપેલી માહિતી મુજબ, ગયા વર્ષે જુલાઈ મહિનામાં જીએસટીને લાગુ કરાયું હતું ત્યારે પાંચ પેટ્રોકેમિકલ ઉત્પાદનોને જીએસટીના દાયરામાંથી બહાર રાખવામાં આવ્યાં હતાં. આ ઉત્પાદનો પેટ્રોલ, ડીઝલ ક્રુડ ઑઈલ, કુદરતી ગેસ અને વિમાન ઈંધણ (એટીએફ) છે.

પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન અને માર્ગ પરિવહન અને હાઈવે પ્રધાન નીતિન ગડકરી સહિત કેટલાંક પ્રધાનો અને ઉદ્યોગ જગતના લોકો વચ્ચે આ વાતની ચર્ચા ચાલી રહી છે કે આ પેટ્રોકેમિકલ ઉત્પાદનોને જીએસટી હેઠળ લાવવામાં આવે, જેથી કિંમતોમાં થતા ઉતાર-ચઢાવની સમસ્યાનું નિરાકરણ લાવી શકાય. નામ ના જણાવવાની શરતે એક શીર્ષ સૂત્રએ જણાવ્યું કે, આ ઉત્પાદનોને જીએસટીમાં સામેલ કરવાની અત્યારે કોઈ યોજના નથી.