ગોવામાં ઈંડિયાની પ્રખ્યાત પરફ્યૂમ સ્પેશ્યલિસ્ટ મોનિકા ઘુરડેની ગોવામાં બેરહેમીથી હત્યા કરી દેવામાં આવી છે. માનિકાની લાશ તેના સનગોલ્ડા વિસ્તારના ફ્લેટમાંથી મળી આવી.

હેરાન કરી દે તેવી વાત છે કે મોનિકાની લાશ એકદમ નગ્ન હાલતમાં મળી આવી અને તેના હાથ પગ રસ્સીથી બાંધેલા હતા. પોલીસ હાલ બળાત્કાર અને લૂંટના આધારે તપાસ હાથ ધરી છે. શુક્રવારની સવારે પાડોશીઓની સુચના મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી. પોલીસે જણાવ્યું કે 39 વર્ષની મોનિકા રાત્રે ફ્લેટમાં એકલી રહેતી હતી.

પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે લૂંટ બાદ તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે, ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી છે. પોલીસે આસપાસના લોકો અને તેના જાણીતા લોકો પાસેથી તપાસ હાથ ધરી છે. મોનિકાની દેશમા એક સેલિબ્રિટી તરીકેની ઓળખ હતી.