ચર્ચાનો વિષય બનેલી કિમ્ભો એપને લઇને નવી જાણકારી મળી છે. જેમાં પતંજલિની સ્વદેશી ચેટિંગ એપ કિમ્ભોની ડેવલપર અદિતી કમલે તેને બોલો મેસેન્જરના નામ સાથે અપડેટ કરી છે.

ગૂગલ પ્લે સ્ટોર પર કિમ્ભો એપ હવે બોલો મેસેન્જરના નામે જોવા મળશે અને તેને 1 લાખથી વધુ લોકો ડાઉનલોડ પણ કરી ચુક્યા છે. ડેવલપર અદિતી કમલે ઇમેઇલ દ્વારા જણાવ્યું કે વૉટ્સએપના ઓપ્શન તરીકે બોલો મેસેજન્જર એપ એન્ડ્રોઇડ માટે ઉપલબ્ધ કરી છે અને ટૂંક સમયમાં તેને આઇઓએસ યુઝર્સ માટે પણ લૉન્ચ કરવામાં આવશે.

પતંજલિના પ્રવક્તા એસકે તિજારાવાલાએ ટ્વિટ કરીને જણાવ્યું કે બોલો એપનો પતંજલિ સાથે કોઇ સંબંધ નથી પરંતુ કિમ્ભો એપના ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં તેને લૉન્ચ કરવામાં આવશે.